સ્વયંસેવકો

            કોઈ પણ સંસ્થા આર્થિક ભંડોળ સિવાય ચાલી શકે નહિ. જાસકૅપ તેના દાતાઓની ઉદારતા પર આધાર રાખે છે અને તેમની સંખ્યા પણ સતત્‌ વધતી જાય છે. જોકે, અમારા કાર્યક્ષેત્રની સૌથી મોટી તાકત અમારા સ્વયંસેવકો છે, જે અમારા ટ્રસ્ટીઓ જેવીજ વિચારધારા ધરાવે છે અને કૅન્સર-પીડીતોને મદદરૂપ થવા માગે છે. અમે સમજીએ છીએ કે આ ધ્યેય પૂરો કરવા બધી વ્યક્તિઓ પાસે આર્થિક ભંડોળ કે કાર્ય પાર પાડવાની જગ્યા અથવા પ્રશિક્ષણ ન પણ હોય. તેથી અમે જાસકૅપ થકી અમારા આ સંનિષ્ઠ સ્વયંસેવકોને એક સુદઢ મંચ ઉપલબ્ધ કરાવીએ છીએ, જે તેમને અડીખમ રહી કૅન્સરના દર્દીઓને, કૅન્સરને લડત આપીને બહાર આવેલાઓને તેમજ તેમની સંભાળ લેનારને મદદરુપ થઈ તે વ્યક્તિઓને આ રોગ માનસિક તણાવમાં રાહત આપે છે.

સદ્‌નસીબે અમારી પાસે સ્વંયસેવકોનું સશક્ત જૂથ છે. અમે અમારા સ્વયંસેવકોના વ્યક્તિત્વ તેમજ કાબેલિયતને સંભાળીએ અને પોષિત કરીએ છીએ જેથી કૅન્સર પીડીતોને મદદરુપ થવાનો અમારો ઉદ્દેશ્ય વધુ સારી રીતે પરિપૂર્ણ થાય. અમારા સ્વયંસેવકો તેમના વિવિધ કાર્યક્ષેત્રોમાં વ્યવસ્થાપકો, માનસ-દર્શકો, પ્રેરક વકતાઓ, તેમજ અમારી પુસ્તિકાઓના અનુવાદકો તરીકે કામ કરે છે. અમે પ્રત્યેક સ્વયંસેવક સાથે સમજથી કામ કરીને તેની વિશિષ્ટ કાબેલિયત, ગુણો અને શક્તિનો ઉપયોગ કરીને પછાત, ગરીબ, જરૂરતમંદ અને અપવાદિત (excluded) વ્યક્તિઓને મદદરુપ થઈ તેમને કૅન્સરના નિદાન અને સારવાર ને કારણે થતી માનસિક તાણમાં રાહત અપાવીએ છીએ.

અમારા સ્વયંસેવકો કૅન્સર પીડીતો તેમજ તેમના સહાયકોને કૅન્સર વિશે તેમજ તેના નિદાન, તેનું વ્યવસ્થાપન (મેનેજમેન્ટ) વિશે માહિતી પ્રદાન કરે છે. તેઓ ભારતના મુંબઈ શહેરના મધ્યમાં સ્થિત ટાટા મેમોરિયલ હૉસ્પિટલમાં આવેલા બુક-સ્ટૉલ (પુસ્તક-વિક્રિ સ્થાન) માં કાર્યભાર સંભાળે છે તેમજ ટાટા મેમોરિયલ હૉસ્પિટલની પાસેજ સ્થિત જાસકૅપ કૅન્સર માહિતી કેન્દ્ર ચલાવવામાં મદદ કરે છે. આ સ્વયંસેવકોની અવિરત મદદથીજ અમે દર્દીઓની જરૂરિયાતો સમજવાનો પ્રયત્ન કરી, દર્દીઓને માહિતી, આર્થિક સહાય અને માર્ગદર્શન આપીને તેમના મુશ્કેલીઓ ઓછી કરી, સ્વાસ્થ્ય ના ધરોહર ને વધારીએ છીએ. કૅન્સરના દર્દી અને તેમના પરિજનો ને કૅન્સરનો સામનો કરવામાં આવતા અવરોધો દૂર કરવામાં અમારા સ્વયંસેવકોના પ્રયત્નો પર અમને ખૂબ ગર્વ છે. જાસકૅપ પ્રત્યેક તેના સ્વયંસેવકોના માનવતા માટે ના નોંધપાત્ર અનુદાન ને સલામ કરે છે.

 

જો તમને જાસકૅપ માટે સ્વયંસેવક થવાની ઈચ્છા હોય, તો અહિં કિલક કરી સંપર્ક કરવા વિશે માહિતી મેળવો અથવા ફોન કે ઈ-મેલ દ્વારા સંપર્ક કરી તમારી ઈચ્છા દર્શાવી શકો છો. નીચે આપેલી સૂચિમાં અમારા સ્વયંસેવકોના નામ તેમની અટકના પહેલા અંગ્રેજી અક્ષર પ્રમાણે આપેલા  છેઃ

શ્રીમતી વિજયમ્‌ દાસ

ડૉ. અલીશા દેસાઈ

શ્રીમતી મંજુ ગુપ્તા

ડૉ. માલતી જોહારી

શ્રી. વામન કદમ

શ્રી. શરદ કોરડે

શ્રી. આર. કૃષ્ણમુર્તિ

શ્રીમતી રેણુ મણિલાલ

શ્રી અનિલ મોહિલે

ડૉ. વિવેક પાટકર

શ્રીમતી અરૂણા ઠાકુર

શ્રીમતી નર્ગિસ ઑલિયા