સેવાનો ઉદ્દેશ્ય

ઈન્ટરનેટ પર વિસ્તારથી શોધવા પર તમને સેવાભાવી તેમજ બિન-સરકારી અસંખ્ય સંસ્થાઓ વિશે જાણવા મળશે, જે વૈશ્ર્વિક સ્તર પર વિવિધ પ્રકારની વ્યક્તિઓને સહાય આપે છે તેમજ વિવિધ મુદ્દાઓ અને વિચાર-સરણીઓ ને પ્રોત્સાહન આપે છે. આમાં વૈવિધ્ય પૂર્ણ મુદ્દાઓ આવી જાય છે, જેમ કે સ્ત્રી-બાળકોને લગતી સમસ્યાઓ, ભૃણ તેમજ નજાવત બાળક, શારીરિક ક્ષતિવાળા કે ખૂબ વિદ્વત્તાપૂર્ણ વ્યક્તિ, બેઘર અને અનાથ લોકો, સેનાની અથવા નાગરિક, વ્યક્તિગત અથવા સમુદાયના મુદ્દાઓ.

મુદ્દા કે વિચારસરણી કોઈ પણ હોય, માનવતાના નકશા પર સારાપણા અને સદ્‌ગુણોના વતુર્ળ બીજા ક્ષેત્રફળના બીજા વર્તુળો સાથે પૂર્ણપણે કે થોડા અંશે જોડાયલા છે, અને કેટલીક વાર એક કાર્યક્ષેત્ર નું વર્તુળ બીજા કાર્યક્ષેત્રના વર્તુળ ને પૂરી રીતે આવરી લેવુ હોય છે. પરન્તુ પ્રત્યેક વર્તુળ, ગમે તેટલુ નાનુ હોઈને પણ, સદ્ભાવના અને સત્કાર્ય ફેલાવવામાં પોતાનુ આગવુ સ્થાન અને ઓળખ ધરાવે છે. માનવતાના આ મહાન આલેખ પર જાસકૅપ એક નાનુ વર્તુળ બનીને થોડી વ્યક્તિઓના જીવન માં સકારાત્મક બદલાવ લાવીને, એક આશા રાખે છે કે અનુકંપા અને સદ્‌ભાવના ના પ્રકાશથી બીજાના જીવનનો અંધકાર દૂર કરશે, જેના થકી આ નાના-નાના સત્કાર્ય-રૂપી દીપકોના પ્રકાશથી સર્વ જગત ઉજ્જ્વલિત થઈ શકે અને, આશા રાખીએ કે આ સંસાર વધુ સુખદાયી બની શકે.

મધર ટેરેસાએ એક વખત કહ્યુ હતુ, આ પૃથ્વી પર આપણે મહાન કાર્યો ના કરી શકીએ, પરન્તુ ખૂબ પ્રેમથી નાના કર્મો કરી શકીએ. આપણા કાર્યની મહાનતા નહિ પરન્તુ તે કરવા પાછળ રહેલી પ્રેમભાવના મહત્વની છે. કૅન્સરનો રોગ વ્યક્તિ ની સંપત્તિ, ઉંમર, જાતિ, લિંગ કે નાગરિકત્વ પ્રમાણે ભેદભાવ તથી કરતો. ઘણી વ્યક્તિઓએ પોતાના જીવનકાળમાં કોઈ ને કોઈ વખત પોતાના કોઈ નજીકના વ્યક્તિને કૅન્સરથી પીડાતા જોયા હોય છે, કૅન્સર પશ્ર્ચિમ તેમજ પૂવર્ના દેશોમાં પોતાનો પ્રભાવ પાડતો જાય છે. અમારૂ માનવુ છે કે અલ્પ-શિક્ષિત અને ગરીબ કૅન્સર-પીડીત વ્યક્તિઓનું જીવન-સ્તર, આજીવિકા અન શૈક્ષણિક સ્તર સુધારવુ તેમજ જાળવી રાખવુ એ અમારી નૈતિક જવાબદારી છે.