જાસકૅપનું કાર્યક્ષેત્ર

જાસકૅપની મુખ્ય પ્રવૃતિઓ ચાર પ્રકારની છેઃ

(1) જન સમુદાયને કૅન્સર તેમજ તેના વ્યવસ્થાપન વિશે જ્ઞાન આપીને તેમને વધુ કૌશલ્ય આપવુ. આ ધ્યેય પૂર્ણ કરવા અમે પુસ્તિકાઓ અને માહિતિ-પત્રો છાપીને, નજીવી કિંમતે, વેચીએ છે. જે વિવિધ ભારતીય ભાષાઓમાં, જેમકે હિન્દી, મરાઠી, કન્નડ, તમિળ, મળયાળમ, ગુજરાતી તેમજ ઈન્ગ્લિશ ભાષાઓમાં અમારા બુક સ્ટૉલ, જે મુંબઈ (ભારતની) ટાટા મેમોરિયલ હૉસ્પિટલમાં આવેલો છે, તેમાં ઉપલબ્ધ છે. આ સર્વ માહિતી ઑનલાઈન પણ ઉપલબ્ધ છે. જાસકૅપ કૅન્સર અને તેના વ્યવસ્થાપન વિશે પાસે દૃશ્યશ્રાવ્ય (ઑડિયો વિઝ્યુઅલ) સી. ડી. ઓ (CD)  તેમજ ડી. વી. ડી. ઓ (DVD) પણ પ્રાપ્ય છે.

(2) કૅન્સર પીડીતો તેમજ કૅન્સરનો સામનો કરી ચૂકેલી વ્યક્તિઓને, વિશેષ રૂપે બાળ દર્દીઓને, કૅન્સર ના નિદાન, સારવાર તેમજ પુનર્જીવન (re-habitation) માટે આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવી.

(3) જનતામાં કૅન્સર વિશે જાગરૂકતા ફેલાવવી.

(4) કૅન્સરના નિવારણ, વહેલુ નિદાન, અને ત્વરિત સારવાર ને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવુ.