કર્મચારીઓ

પ્રત્યેક વ્યક્તિના કામ કરવાના કારણો અલગ હોય છે. વ્યક્તિ વૈવિધ્ય જેટલીજ વિવિધતા તેમના કામ કરવાના કારણોમાં હોય છે. છતાંય, આપણો સૌ કામ એટલા માટે કરીએ છીએ કે તે કાર્યમાંથી આપણે કઈંક મેળવવા માગીએ છીએ. અમારુ માનવુ છે કે જાસકૅપ ના અમારા કર્મચારીઓના કર્મ-મુલ્યો જાસકૅપના સદસ્યોની નૈતિકતા, પ્રેરણા અને સામાન્યતઃ સૌની જીવન શૈલી દર્શાવે છે. સકારાત્મક પ્રેરણા વાળો અભિગમ કેળવવા માટે અમે અમારા કમર્ચારીઓ ને કૅન્સરના ક્ષેત્રમાં વિવિધ કાર્યક્ષેત્રોમાં તેમની રુચિપ્રમાણે કામ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ કારણ કે અંતે કર્મચારીઓ જાસકૅપ માટે આવશ્યક છે. તેમના સજર્નાત્મક વિચારો જાસકૅપને કૅન્સર પીડીતો, તેમના પરિવારો તેમજ સહાયકો ને મદદરુપ થવાના જાસકૅપનો મુખ્ય ઉદ્દેશ્ય પાર પાડવામાં મદદ કરે છે.

જાસકૅપમાં અમારા કર્મચારીઓ બીજા સદસ્યો સાથે મુક્ત-પણે હળે મળે છે જેથી એક પારિવારિક વાતાવરણ વાળી સંસ્થા રચાય. અમારા પ્રત્યેક કમર્ચારીના ગુણો અને ખાસિયતોનું અમને ખૂબ મહત્વ છે અમે આ સંસ્થાની પ્રગતિમાં તેમના અનુદાનની કદર કરીએ છીએ. તેઓ અમારા સ્વયંસેવકો સાથે સંપર્કમાં રહી કામ કરે છે, જેથી કૅન્સરના દર્દીઓના સમુદાય ને મદદરુપ થવાના પ્રયત્નોનો ગુણાકાર થાય. અમારા કર્મચારીઓ અમારી ઉચ્ચતમ અગ્રિમતાઓ અમલમાં લાવે છે અને તેઓ અમારા મુખ્ય શક્તિ-સ્ત્રોત છે, કારણ કે તેઓ સંસ્થામાં મૂળભૂત મૂલ્યો અને વિચારધારાઓ લાવે છે.

અમારા કર્મચારીઓ સંવેદનશીલ અને વિચારશીલ છે. તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં પહેલા વિચાર કરી સલાહ લઈ, પછી તેનો ઉકેલ લાવે છે. તેઓએ તેમના જીવનમાં નક્કી કરેલા કાર્યશ્રેત્ર માં ઉત્કૃષ્ટતા લાવવાનો પ્રયત્ન કરે છે. અને પોતાના કામના સમયની પ્રત્યેક પળ કૅન્સર પીડીતો અને તેમના પરિવારોની મદદમાં ગાળે છે. જાસકૅપ તેના પ્રત્યેક સદસ્યનો તેની અથાગ મેહનત અને કૅન્સર પીડીતોને મદદ કરવાની તેમની ધગશ નો ખૂબ આભાર માને છે.

નીચે આપેલી સૂચિમાં જાસકૅપના કર્મચારીઓ ના નામ તેમની અટકના પ્રથમ અક્ષર પ્રમાણ આપેલા છેઃ

શ્રી. કે. વી. ગણપથિ, એમ. એસસી., એમ.બી. એ.,

શ્રીમતી ઉમા જોશી, બી. એસ. સી.

શ્રી વિજય સવુર

શ્રીમતી સરોજ રાવ

શ્રી રમાશંકર યાદવ