જાસકૅપ શું છે

જાસકૅપ એક માહિતી પ્રેરક બિન-સરકારી સંસ્થા છે (એન.જી.ઓ.) છે, અને તે સામાન્ય જનતાને કૅન્સરના વિવિધ પાસાઓ – જેમકે નિદાન/સૂચક પરિક્ષણો, સારવાર વિકલ્પો, તેમજ કૅન્સરના પ્રત્યાઘાતો – સમજવામાં મદદરુપ થવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ઘણી વ્યક્તિઓ દ્વારા કૅન્સરને એક કુદરતી અભિશાપ અથવા મૃત્યુનો સંકેત તરીકે માનવામાં આવે છે, પરન્તુ આમ હોવુ જરૂરી નથી. જો કૅન્સરનું વહેલુ નિદાન અને સારવાર થાય તો તે મટી શકે છે. અમે કૅન્સરના દર્દીઓ તેમજ તેમની સંભાળ રાખનારાઓને આર્થિક, સામાજીક, ભાવનાત્મક તેમજ શૈક્ષણિક (માહિતી-સંબંધિત) સહાય આપી, તેમનો બોજો હલકો કરવા કર્મબદ્ધ  છીએ.

જાસકૅપ કૅન્સરના દર્દી તેમજ તેની સંભાળ રાખનારી વ્યક્તિઓ માટે કૅન્સર વિશે તેમજ તેના વ્યવસ્થાપન (મેનેજમેન્ટ) વિશે નવીનતમ્ અને સચોટ માહિતી ઉપલબ્ધ કરાવવા માટે પ્રયત્નશીલ રહે છે. આનો ઉદ્દેશ્ય એ છે કે કૅન્સર વિશેની જાણકારી તેના નિવારણ, નિદાન અને સારવારની સુવિધાઓ વધારવામાં ઉપયોગી થઈ શકે. આ ઉદ્દેશ્ય પાર પાડવા અમે ટાટા મેમોરિયલ હૉસ્પિટલમા પ્રાંગણ એક બુક-સ્ટૉલ (પુસ્તિકા વિક્રિ કેન્દ્ર) ચલાવીએ છીએ, જેમાં વિવિધ પ્રકારોના કૅન્સર અને તેમની સારવાર (વ્યવસ્થાપન, મેનેજ્મેન્ટ) વિશે પુસ્તિકાઓ અને માહિતી-પત્રકો (fact-sheets) ઓછી કિંમતે આપવામાં આવે છે. આ પુસ્તિકાઓ ભારતની વિવિધ ભાષાઓ, જેમકે હિન્દી, મરાઠી, ગુજરાતી, કન્નડ, મળયાળી, તમિળ, બંગાળી તેમજ ઈન્ગ્લિશ ભાષામાં પ્રાપ્ય છે. જાસકૅપ પાસે ઑડિયો-વિઝ્યુઅલ (દશ્ય-શ્રાવ્ય), સી. ડી. (CD) તેમજ ડી.વી. ડી (DVD) છે. જે કોઈ પણ રસ ધરાવતી વ્યક્તિ લઈ શકે છે.

જાસકૅપ તરફથી કૅન્સરના દર્દીઓને આર્થિક સહાય પણ મળી શકે છે, જેની મદદથી તેઓ નિદાન-સૂચક પરીક્ષણો અને સારવાર નો ખર્ચ પહોંચી વળી શકે. અમે મુંબઈની ટાટા મેમોરિયલ હૉસ્પિટલના સમાજ-સેવા વિભાગ સાથે નિકટ સંપર્ક રાખી, આર્થિક ભંડોળની વહેંચણી કરીએ છીએ. ટી. એમ. એચ. ના સમાજસેવા વિભાગની ભલામણો ઉપરાંત અમે જાતે પ્રત્યેક દર્દીની જરૂરિયાતો ચકાસીએ છીએ  અને તે પ્રમાણે આર્થિક ભંડોળની વહેંચણી કરીએ છીએ. અમારી મોટા ભાગની સારવાર અર્થેની  આર્થિક મદદ નાના બાળ-દર્દીઓ માટે ફાળવવામાં આવે છે.

તદુપરાન્ત, જાસકૅપ કૅન્સર વિશે જાગરૂકતા અને કૅન્સર નિવારણ (prevention) ને લગતી પ્રવૃત્તિઓને આર્થિક સહાય તેમજ પ્રોત્સાહન આપે છે, અમારો મૂળભૂત ધ્યેય, નિવારી શકાય તેવા કૅન્સરો નિવારવા અને કૅન્સરના નિદાન તેમજ સારવાર માટે મદદ ઉપલબ્ધ કરાવવી, ખાસ કરીને તેવા દર્દીઓ માટે જે પોતાની સારવાર કરવવા માટે આર્થિક મુશ્કેલી વેઠવતા હોય. અમે કૅન્સર ના દર્દીઓ અને તેમના પરિવારોનો બોજો ઓછો કરવા માટે સહાનુભૂતિ અને મદદરૂપ સહાય આપીએ છીએ.

કૅન્સરના દર્દીઓ અને તેમના સહાયકોને કૅન્સરના નિદાન તેમજ સારવાર વિશેની જટીલતાઓ સમજવામાં મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે અમે ભારતનાં મુંબઈની ટાટા મેમોરિયલ હૉસ્પિટલની ખૂબ નજીક જાસકૅપ સૂચના (માહિતી) કેન્દ્ર શરૂ કર્યુ છે. આ કેન્દ્રમાં અમે કૅન્સર ના નિદાન તેમજ સારવારો વિશે ભારતની વિવિધ ભાષાઓ, જેમ કે, હિન્દી, મરાઠી, ગુજરાતી, કન્નડ, બંગાળી, તમિળ, મળયાળમ, તેમજ ઈન્ગ્લિશમાં વિશિષ્ટ માહિતીઓ વ્યક્તિ અથવા સમુદાયોને ઉપલબ્ધ કરાવીએ છે. અમે કૅન્સરના નિદાન અને સારવારને કારણે થતી માનસિક તાણ અને ચિંતા નો નિવારણ કરવા માટે માર્ગદર્શન (કાઉન્સેલિંગ) પણ કરીએ છીએ.