જાસકૅપનો ઈતિહાસ

શ્રીમતી નીરા પી. રાવ અને શ્રી પ્રભાકર કે. રાવે તેમનો પુત્ર સત્યજિત (જીત) ને કૅન્સરની માંદગીમાં ગુમાવ્યો છે. જીતને ડિસેમ્બર 1995 થી મે 1996 માં ડેન્વર, કોલોરાડો, યુ. એસ. એ. માં ‘ટી. સેલ લિમ્ફોમા’ પ્રકારનું કૅન્સર થયુ હતુ. જીતનું 23 મે 1996 ના દિવસે ડેન્વરમાં અવસાન થયુ હતુ. શ્રી અને શ્રીમતી રાવે ત્યાર પછી પોતાના શોકને સજર્નાત્મક રીતે વાળીને ભારતમાં કૅન્સરમાં દર્દીઓ, તેમના સ્વજનો તેમજ સારવાર કરનારને સધિયારો આપવાનું નકકી કર્યુ.

તે પ્રમાણે, જાસકૅપ (જીત એસોસિયેશન ફૉર સપોર્ટ ટુ કૅન્સર પેશન્ટ્‌સ /Jeet Association for Support to Cancer Patients/JASCAP) ની નોંધણી એક સોસાયટી તરીકે તા. 16 ઑક્ટોબર, 1996 ના રોજ અને જાહેર ધમાર્દા ટ્રસ્ટ તરીકે 18 ડિસેમ્બર 1996, ની રોજ થઈ.

જાસકૅપ માટેના દાન તરફે આયકર વિભાગ તરફથી (ઈન્કમ ટેક્સ એકટ, 1961 ના સેક્શન 80-જી હેઠળ આયકર (lncome tax) માં છૂટ આપવામાં આવી છે.