કૅન્સર માહિતી (સૂચના) કેન્દ્ર

કૅન્સર માહિતી (સૂચના) કેન્દ્ર

જાસકૅપ કૅન્સર માહિતી કેન્દ્ર

(જાસકૅપ કૅન્સર ઈન્ફર્મેશન સેન્ટર, ટાટા મેમોરિયલ હૉસ્પિટલ પાસે)

કૅન્સરના દર્દીઓ અને પરિજનો ને કૅન્સરની જટિલતાઓ સમજવામાં મદદ કરવાના હેતુથી જાસકૅપ ભારત દેશના મુંબઈ શહેરમાં આવેલી ટાટા મેમોરિયલ હૉસ્પિટલની પાસે જ તા. 6 મે 2011 ના રોજ કૅન્સર માહિતી કેન્દ્ર (કૅન્સર ઈન્ફમેર્શન સેન્ટર) શરૂ ર્ક્યુ છે. મધ્ય મુંબઈમાં સ્થિત આ કૅન્સર માહિતી કેન્દ્રમાં અમે ટાટા મેમોરિયલ નાં વિશેષ, પરન્તુ બીજા કૅન્સર પીડીતોને માટે પણ, વિવિધ કાયર્કમો યોજીએ છીએ. કૅન્સર માહિતી કેન્દ્ર ની શરૂઆત કૅન્સર ના વિવિધ મુદ્દાઓ વિશે જ્ઞાન અને માહિતી ફેલાવવા માટે કરવામાં આવી છે અને તેને અમારા કર્મચારીઓ અને સ્વયંસેવકો ચલાવે છે, અને તેઓ માર્ગદર્શનમાં પ્રશિક્ષિત છે.

કૅન્સર માહિતી કેન્દ્રમાં અમે નીચે જણાવેલી સહાયક પ્રવૃત્તિઓ વિના મુલ્યે ચલાવીએ છીએ, જેથી કૅન્સર પીડીતો, તેમના પરિવાર જનો તેમજ સંભાળ રાખનારાને મદદરુપ થઈ શકાયઃ

  • અમે વિવિધ કૅન્સરો અને તેની સારવાર (વ્યવસ્થાપન) વિશે માહિતી આપીએ છીએ.
  • અમે સમાજને કૅન્સર શી રીતે ઉદ્ભવે છે અને જે કૅન્સર નિવારી શકાય તેમને કઈ રીતે નિવારવા તે સમજાવીએ છીએ.
  • કૅન્સર નિવારણ તેમજ કૅન્સર સારવારો પર અમે વ્યક્તિઓના સમૂહને દ્રશ્ય-શ્રાવ્ય (વિડિયો) બતાવીએ છીએ.
  • કૅન્સર પીડીતો, કૅન્સરમાંથી બહાર આવેલી વ્યક્તિઓ, અને તેમના પરિવારોને તેમની જીવન-શૈલી અને જીવન-સ્તરમાં સુધાર લાવવામાં મદદરુપ થતા કાયર્ક્રમ યોજીએ છીએ.
  • અમે કૅન્સર પીડીતો અને તેમના પરિવારોને વ્યક્તિગત માર્ગદર્શન (કાઉન્સેલિંગ) આપીએ છીએ.