બુક સ્ટૉલ

 

બુક સ્ટૉલ (પુસ્તક વિક્રિ કેન્દ્ર) :

જાસકૅપ ભારતના મુંબઈ શહેરમાં મધ્યમાં સ્થિત ટાટા મેમોરિયલ હૉસ્પિટલ ના પ્રાંગણમાં સાલ 2001 ની શરૂઆતથી એક પુસ્તક-વિક્રિ કેન્દ્ર ચલાવે છે, જેનાથી કૅન્સર દર્દીઓ અને તેમના પરિજનોને સુવિધા મળી શકે. આ બુક-સ્ટૉલ પર અમે કૅન્સરને લગતી માહિતી-પુસ્તિકાઓ અને માહિતિ-પત્રકો ભારતની વિવિધ ભાષાઓમાં, જેમકે ઈંગ્લિશ, હિન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી, કન્નડ, મળયાળમ અને તમિળ માં, નજીવી કિંમતે વેચીએ છીએ.

અંતિમ ગણતરી પ્રમાણે, અંગ્રેજીમાં, 120 થી વધુ કૅન્સર માહિતી પુસ્તિકાઓ, 70 થી વધુ હિંદીમાં, 90 થી વધુ, મરાઠીમાં, 25થી વધુ પુસ્તિકાઓ અને માહિતી-પત્રકો બંગાળીમાં, 20 થી વધુ ગુજરાતી, 5 થી વધુ કન્નડ ભાષામાં, તેમજ મળયાળમ અને તમિળમાં ત્રણ-પણ પુસ્તિકાઓ જાસકૅપ પુસ્તક વિક્રિ કેન્દ્ર (બુક-સ્ટૉલ) માં ઉપલબ્ધ છે. જાસકૅપ બુક-સ્ટૉલ માં તદુપરાંત વિવિધ કૅન્સરોના પ્રકારો અને પેટા-પ્રકારો ની ઈન્ગ્લિશ, હિન્દી, મરાઠી, કન્નડ, ગુજરાતી, મળયાળમ અને તમિળ ભાષામાં માહિતી-પત્રકો ઉપલબ્ધ છે.

 

જાસકૅપ બુક-સ્ટૉલ (પુસ્તક વિક્રિ કેન્દ્ર) મુંબઈના પરેલ પરાંમાં ડૉ. અર્નેસ્ટ બોર્જીસ માર્ગ પર આવેલા ટાટા મેમોરિયલ હૉસ્પિટલના એનેક્સ બિલ્ડિંગ ના પ્રવેશદ્વારની અંદર સ્થિત છે. તેના કાર્ય કરવાનો સમય સોમવાર થી શુક્રવાર સવારે 10.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી હોય છે, અને હૉસ્પિટલની રજાઓ ને દિવસે તે બંધ રહે છે.